સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ભાવનગરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ (NDPS) એક્ટ હેઠળ દરોડો પાડીને નશીલા કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

ભાવનગરના આંબવાડી વિસ્તારમાં આવેલા વૃષા સુવર્ણમ ફ્લેટના રૂમ નં. ૩૦૪ માં SMCની ટીમે દરોડો પાડતાં, ત્યાંથી કોડીન ફોસ્ફેટ અને ટ્રાયપ્રોલડીન હાઇડ્રોક્લોરાઇડ કફ સિરપની કુલ ૧,૭૯૮ બોટલો મળી આવી હતી, જેની કિંમત આશરે ₹૩,૪૭,૪૨૬/- થાય છે.
આ દરોડામાં SMC એ મુખ્ય આરોપી અને ફ્લેટ માલિક નિશાંત હિતેશભાઈ સંઘવી (રહે. ભાવનગર) તેમજ સિરપ ખરીદવા આવેલા બે ગ્રાહકો, તોફિક રફીકભાઈ શેખ અને રહીમભાઈ ફિરોઝભાઈ વિરાણી સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ અને એક વાહન મળીને કુલ ₹૪,૩૭,૯૨૬/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને SMC પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

