નસવાડીથી કવાંટ જતા માર્ગ પર એક કોલશા ભરેલી ગાડીમાં અચાનક આગ લાગી

ઘટનાના સમયે ગાડીમાં કોલસાનો મોટો જથ્થો ભરેલો હતો. અચાનક લાગેલી આગને કારણે ગાડીમાંથી ધુમાડાના ગોટાળા ઉડ્યા હતા. સ્થળ પર ગ્રામજનો એકત્ર થયા હતા અને ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડીના ભાગોને ભારે નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાની નોંધ લેવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર
