કેન્દ્રમાં અને રાજ્યમાં તથા નર્મદા જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત,નગરપાલિકા તમામમાં ભાજપાનું શાસન હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો પોતાના જ વિસ્તારમાં કામ કરાવી નથી શકતા તેવી ઘટના સામે આવી છે.

જુનારાજ તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ વસાવા એ પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાનો આક્ષેપ કર્યો છે.
નાંદોદ તાલુકા પંચાયતની કારોબારી ની બેઠક તા 28મીએ શુક્રવારે યોજાવાની હતી અમે 11 વાગે સમયસર પહોંચ્યા હતા એક કલાક સુધી રાહ જોવા છતા કોઇ આવ્યું નહીં ટીડીઓ અચાનક રજા પર ઉતરી જતા આ બેઠક રદ કરી મોફૂંક રાખતા નાંદોદ તાલુકા ના રાજકારણમાં ભર શિયાળે ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે.
કલ્પેશ ભાઈ વસાવા નાંદોદના જુનારાજ બેઠકના ચૂંટાયેલા ભાજપના તાલુકા પંચાયત સદસ્ય એ તાલુકા પ્રમુખ સામે સીધો આક્ષેપ કર્યો છે કે તાલુકા પંચાયત પ્રમુખ વનિતા બેન એસ વસાવા સરકારી ગ્રાન્ટ નો મનસ્વી રીતે ઉપયોગ કરે છે અને સદસ્યોને વિશ્વાસ માં લેતા નથી.
કલ્પેશ ભાઈએ તાલુકા પંચાયત પ્રમુખ સામે રોષ વ્યક્ત કરી પોતાના વિસ્તાર ના કામો નહીં થાય તો રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી છે.તાલુકા પંચાયત પ્રમુખ વનિતા બેન વસાવા આયોજન ના કામો પોતાનાજ વિસ્તાર માં આયોજન કરે છે.એમાં અમારા સદસ્યોંના કોઇ કામો લેવામાં આવતા નથી. અમે ચૂંટાયેલા પ્રીતિનિધિ છીએ અમારા ગામ વિસ્તારના કામો જ ના થાય તો મતદારો ને અમારેશું જવાબ આપવો?હાલ
માં સ્ટેમ્પ ડ્યુટીનું 22 લાખના કામોનું આયોજન આ લોકો બે જ જણાએ ભેગા મળી કામ કરેલું છે.ગુજરાતપેટર્ન ના 52 લાખના કામોમાં 42 જેટલાં સિંચાઈ બોરના કામો નું આયોજન પણ એકલા તાલુકા પ્રમુખે જ જાતે કરી દીધું હતું.એમાં પણ અમને સદસ્યો ને વિશ્વાસ માં લીધા નથી. એ ઉપરાંત એફઆર એ ના જે 10 સિંચાઈ બોર ના કામ અંગે અમે 4 તાલુકા સદસ્યો એ ટીડીઓ ને લેખિત માં આપ્યું છે પણ આજદિન સુધી અમને એક પણ બોર મળ્યો નથી.અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા તમામ 10 બોર એમનાજ મન્જુર કરી દલા તરવાડી જેવું કામ કર્યાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે.
તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા બારોબાર કામો મંજૂર કરાય છે.
પંચાયત સભ્યોના રજૂ કરેલા કામો થતા નથી તેવા ગંભીર આક્ષેપપણ કર્યો છે. એ ઉપરાંતએફ આર એ હેઠળના ૧૦ બોર તાલુકા પંચાયત પ્રમુખે પોતાના આયોજનમાં મંજૂર કરાવ્યા હતા
એક તરફ સરકાર ગામે ગામ વિકાસ યાત્રા કરી રહી છે તેની વચ્ચે નર્મદા જિલ્લામાં વિકાસના દાવા અહીં પોકળ સાબિત થઈ રહ્યાં છેજો ભાજપનાજ સભ્યોના કામો નહીં થતા ના હોય સામાન્ય પ્રજાના કામોની અપેક્ષા કોણ રાખશે,.ગાંધીનગર સુધી રજૂઆત કરી
અમારી જ ભાજપા ની સરકાર હોય અને અમારા જ ગામના રસ્તા નું નિરાકરણ આવતું નથી 1 વર્ષ થી અમારા ગામનો રસ્તા નું કામ અટકેલું હોવાનું જણાવ્યું હતું
નર્મદા જિલ્લા ભાજપની નેતાગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
જો અમારા વિસ્તાર ના કામો મંજૂર નહીં થાય તો ભાજપ માંથી રાજીનામું આપવાની ચીમકીપણ આપી છે
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

