GUJARAT : નારી ગામ નજીક દારૂની 1392 બોટલ અને 912 બિયરના ટીન સાથે 2 ઝડપાયા

0
65
meetarticle

ભાવનગર-અમદાવાદ હાઈ-વે પર આવેલા નારી ગામ નજીકથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે વિદેશી દારૂ અને બિયરના ટીનનો જથ્થો ભરેલ છોટા હાથી ગાડી સાથે બે શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયા બાતમી મળી હતી કે, છોટા હાથી નંબર જીજે-૦૪-ડબલ્યુ-૬૩૭૫માં બે શખ્સ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરી નારી ચોકડી તરફથી ભાવનગર તરફ આવી રહ્યા છે. જે બાતમીના આધારે ભાવનગર-અમદાવાદ હાઈ-વે નારી ગામ નજીક વૉચ ગોઠવી ત્યારે સામેથી આવી રહેલ છોટા હાથી ગાડીને ખાનગી વાહનો આડા મૂકી અટકાવી કોર્ડન કરી લીધી હતી અને ગાડીની પાછળ તલાસી લેતા પ્લાસ્ટિકના કેરેટની આડમાં છૂપાવેલી વિદેશી દારૂની બોટલ ૧૩૯૨ કિંમત રૂ.૧,૬૦,૦૮૦ અને બિયર ટીન ૯૧૨ કિંમત રૂ.૨,૦૦,૬૪ મળી આવતા ડ્રાઈવર રાહુલકુમાર જેરામભાઈ સોલંકી અને ક્લીનર ધર્મેશ અશોકભાઈ રત્નોતર (રહે.બન્ને વલ્લભીપુર)ને દારૂ બિયર અને છોટા હાથી ગાડી, પ્લાસ્ટિકના કેરેટ, મોબાઈલ મળી કુલ રૂ.૫,૬૩,૪૭૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા ઉપરોક્ત દારૂ અને બિયરનો જથ્થો પ્રવિણ ઉર્ફે બડો શામજીભાઈ રાઠોડે આપ્યો હતો અને રાકેશ ઉર્ફે કાળુ પ્રવીણભાઈએ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ચારેય શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here