GUJARAT : નાસતા ફરતા પ્રોહીબીશનના આરોપીને ૫ વર્ષે વાલિયા પોલીસે સુરતથી દબોચ્યો

0
39
meetarticle

છેલ્લા પાંચ વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપીને આખરે વાલિયા પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે.
વાલિયા પોલીસ સ્ટેશનની એક વિશેષ ટીમે નાસતા ફરતા આરોપીની તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે, સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આરોપી છુપાયો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો.


તપાસ દરમિયાન, આરોપી તારકનાથ ભવાનીપ્રસાદ સિંગ (ઉ.વ. ૪૪, રહે. રાજ રેસીડેન્સી, અલથાણ, સુરત) ને પોલીસે સફળતાપૂર્વક પકડી પાડ્યો હતો.
ફરાર આરોપીને પકડી પાડ્યા બાદ વાલિયા પોલીસ સ્ટેશન ખાતે લાવીને તેની વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here