ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલો અને સ્થાનિકોના મનોરંજન માટે બૌડા દ્વારા તૈયાર કરાયેલો નર્મદા પાર્ક હાલમાં લગ્ન પ્રસંગના આયોજન માટે ઉપયોગમાં લેવાતા મુલાકાતીઓમાં ભારે રોષ ફેલાયો છે.

આ પાર્કનું સંચાલન હાલમાં જિલ્લા પંચાયતને સોંપવામાં આવ્યું છે. આ સંચાલન કોને, ક્યારે અને કઈ શરતોને આધિન આપવામાં આવ્યું છે, તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આજે અને આવતીકાલે યોજાનારા લગ્ન પ્રસંગ માટે હાલમાં પાર્કની અંદર ભવ્ય સેટ અને મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે નિયમિત મુલાકાતીઓ માટે પાર્કનો ઉપયોગ બંધ થયો છે.
સવાર-સાંજ મોટી સંખ્યામાં મુલાકાતીઓથી ધમધમતા આ પાર્કને ખાનગી આયોજન માટે ભાડે આપવાની મંજૂરી કોને આપી, તે એક મોટો સવાલ છે.
