ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ટાકલીપાડા ગામની પ્રાથમિક શાળાના બાળકો માટે ઓનલાઈન શિક્ષણ એક પડકાર બની ગયું છે. ગામમાં મોબાઈલ નેટવર્કની સુવિધા ન હોવાને કારણે, વાયદુન પ્રાથમિક શાળાના શિક્ષકોને બાળકોને શિક્ષણ આપવા માટે ગામથી પાંચ કિલોમીટર દૂર જંગલ માર્ગે નેટવર્ક પકડવા જવું પડે છે.

અભ્યાસ માટે બાળકો પણ આ જોખમી માર્ગે ચાલીને જવાની ફરજ પડે છે. આ ગંભીર સમસ્યા અંગે ગામ લોકો તેમજ સભ્ય જયેશભાઇ સોનીયા ભોયે દ્વારા વહીવટી તંત્રને દરવખતે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પણ પ્રશાસકે આજ દિન સુધી યોગ્ય નિર્ણય લીધો નથી. શિક્ષણ માટે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો હોવા છતાં તંત્રની ઉદાસીનતા સામે રોષ જોવા મળી રહ્યો છે.

