GUJARAT : નેત્રંગના મોવી રોડ પર મોટરસાયકલની અડફેટે રાહદારી ફંગોળાયો: લોહીલુહાણ અકસ્માતમાં બેને ગંભીર ઈજા, બિહારના યુવક પર મગજનું ઓપરેશન

0
11
meetarticle

નેત્રંગ તાલુકાના મોવી રોડ પર ગત ૨૩મી તારીખની સાંજે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નોકરી પરથી પરત ફરી રહેલા રાહદારીને પૂરઝડપે આવતી મોટરસાયકલે ટક્કર મારતા બંને રોડ પર પટકાયા હતા. આ મામલે નેત્રંગ પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની વિગતો મુજબ, મૂળ બિહારના અને હાલ નેત્રંગમાં નોકરી કરતા ૩૬ વર્ષીય વિક્રમ સંજીવ મહેતા ગત ૨૩મીએ સાંજે સાત વાગ્યાના અરસામાં પોતાના સહકર્મી સાથે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે ટીમલા ગામના સાહિલ બાલુભાઈ વસાવાએ પોતાની મોટરસાયકલ પૂરઝડપે હંકારી લાવી વિક્રમભાઈને જોરદાર અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે રાહદારી અને ચાલક બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા.


ઇજાગ્રસ્ત વિક્રમ મહેતાની હાલત વધુ નાજુક જણાતા તેને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેના મગજનું તાકીદે ઓપરેશન કરવામાં આવ્યું હતું. બીજી તરફ, બાઇક ચાલક સાહિલ વસાવાને વધુ સારવાર અર્થે સુરત રિફર કરાયો છે. અકસ્માત નજરે જોનાર સાક્ષી મુન્ના પાન્ડેની ફરિયાદના આધારે નેત્રંગ પોલીસે ટીમલાના બાઇક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here