નેત્રંગના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા ‘સમુદ્રથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં NH-56 ના ચાર લેન પ્રોજેક્ટનું ઈ-શિલાન્યાસ કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ ₹764.02 કરોડના ખર્ચે તૈયાર થશે અને તેનાથી 29.12 કિમી લાંબો માર્ગ બનશે. આ માર્ગ પર 25 નવા પુલ અને 3 ફ્લાયઓવર બનાવવામાં આવશે, જેમાં નેત્રંગ ચાર રસ્તા પાસે 800 મીટરનો વિશાળ ફ્લાયઓવર સામેલ છે.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે આ પ્રોજેક્ટથી નેત્રંગ તાલુકાનો વિકાસ થશે અને પડોશી રાજ્યો સાથે પરિવહન વધુ સરળ બનશે. આનાથી વેપાર-ધંધા અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે. આ કાર્યક્રમમાં અનેક રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

