નેત્રંગ પોલીસને મળેલી બાતમીના આધારે જવાહર બજારમાં દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹14,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે જવાહર બજારમાં આવેલી એક કેળાની વખાર પાછળ રેલવેની જમીનમાં કેટલાક ઇસમો પત્તા પાના વડે જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો અને પાંચ આરોપીઓ – અજય દોસી, કિરીટ પાટણવાડિયા, ઇમરાન મેમણ, સુરેશ વસાવા અને કાંતિ પંચાલ – ને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા.
પોલીસે ઘટનાસ્થળેથી દાવ પર લગાવેલા ₹4,000 અને અંગઝડતીમાંથી મળેલા ₹10,400 મળી કુલ ₹14,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

