નેત્રંગ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ₹૧,૪૮,૦૮૬ ની કિંમતના ૯ ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત કર્યા છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ, નેત્રંગ પોલીસ ઈન્સ્પેક્ટર આર.સી. વસાવાએ ટેકનિકલ ટીમને સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવાની સૂચના આપી હતી. આ પોર્ટલની મદદથી, ટીમે સફળતાપૂર્વક ૯ મોબાઈલ ફોન રિકવર કર્યા અને તેમને તેમના કાયદેસરના માલિકોને સોંપ્યા હતા.

