GUJARAT : પંચમહાલના શહેરામાં લાખોની કિંમતનો દારૂ ઝડપાયો, કારચાલક ફરાર

0
34
meetarticle

ગુજરાતમાં ખાલી નામની જ દારૂબંધી હોય તેવું લાગી રહ્યું છે. પંચમહાલના શહેરા તાલુકામાં કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાની પંચમહાલ એલસીબી પોલીસને બાતમી મળી હતી. જેમાં શહેરા તાલુકાની ચાંદણગઢ ચોકડી નજીકથી પંચમહાલ એલસીબી પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આ દરમિયાન આરોપીની કાર રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાયેલી જોવા મળી હતી. તેવામાં કાલ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસે રૂ.4.62 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

પંચમહાલના શહેરામાં લાખાની કિંમતનો દારૂ ઝડપાયો

મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણીયાદથી રેણાં ગામ તરફ આવતા રોડ પર નંબર વગરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાની ચોક્કસ બાતમી પંચમહાલ એલસીબી પોલીસને મળી હતી. આ પછી પોલીસે બાતમીના આધારે છાણીપ ગામે ચાંદણગઢ ચોકડી નજીક નાકાબંધી કરી હતી. તેવામાં બાતમી મુજબની કાર સ્થળ પરથી પસાર થતાં પોલીસની ટીમ દ્વારા તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો. જોકે, કાર ચાલકે ગાડી ઉભી ન રાખીને પૂરઝડપે ભગાડી મૂકી હતી. સમગ્ર ઘટનામાં પંચમહાલ એલસીબીના સ્ટાફે ફિલ્મી ઢબે આરોપીની કારનો પીછો કરતા ચાંદણગઢ ચોકડીથી થોડે દૂર ઝાડ સાથે કાર અથડાયેલી જોવા મળી હતી. એલસીબીના સ્ટાફે કારમાં તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 1086 નંગ બોટલ સહિતનો કુલ રૂ.4,62,333 કિંમતની દારૂનો જથ્થો અને આરોપીની કાર સહિત કુલ 9.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શહેરા પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here