GUJARAT : પાટણ જિલ્લાના ચારુપ ખાતે ૧૦ મી સબ જુનિયર નેશનલ ડોજ બોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ નો શુભારંભ કરાવતા બલવંતસિંહ રાજપુત

0
35
meetarticle

પાટણ જિલ્લા ડોજબોલ એસોસિએશના સંચાલન તળે ચારુપ ખાતે યોજાયેલ ૧૦ મી સબ જુનિયર નેશનલ ડોજબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ નું ભવ્ય ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું.


તેઓએ જણાવ્યું કે સમગ્ર મેદાનમાં યુવા ખેલાડીઓનો જુસ્સો, શિસ્ત અને રમતપ્રત્યેની તનતોડ મહેનત જોવા મળે છે સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી ભાગ લીધેલ ૪૦ ટીમો આ ટુર્નામેન્ટ સ્પર્ધાની ભવ્યતા અને રાષ્ટ્રીય સ્તરની પ્રતિસ્પર્ધાને નવી ઊંચાઈ આપે છે. આવા રાષ્ટ્રીય સ્તરના ટુર્નામેન્ટ ન માત્ર ગુજરાતનું ગૌરવ વધારતા હોય છે, પરંતુ યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ, શારીરિક ક્ષમતા, ટીમવર્ક અને નેતૃત્વ જેવી ગુણોનું સિંચન કરે છે.રમતગમત યુવાનોને આત્મવિશ્વાસ, સંયમ, ઝડપી નિર્ણયક્ષમતા અને મજબૂત માનસિકતા પ્રદાન કરે છે. આજના યુવા ખેલાડીઓ આવતી કાલના ચેમ્પિયન છે, અને આવા આયોજનો તેમને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મંચ તરફ લઈ જવાનું પાયાનું પગથિયું બની રહે છે.
આ કાર્યક્રમમાં બી સી સોલંકી, વી.સી બોડાણા, સરગરાજી, બલદેવભાઈ દેસાઈ, દિલીપસિંહ રાજપુત, ગીરીશભાઈ મોદી, રમેશભાઈ દેસાઈ, શૈલેષભાઈ પટેલ, પ્રહલાદજી ઠાકોર, ડૉ. કેતનભાઇ, ટીમના કોચશ્રી, રાજ્યમાંથી પધારેલ ખેલાડીઓ, રાજેન્દ્રસિંહ સરપંચ, મહિપતસિંહ – ચેરમેન તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here