GUJARAT : પોરબંદરના બખરલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો

0
42
meetarticle

સ્ત્રીઓનું આરોગ્ય અને સશકિતકરણ આપણા પરિવારો, સમાજ અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ પરિપ્રેક્ષ્યમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ૧૭ મી સપ્ટેમ્બરથી ૨ મી ઓકટોબર ૨૦૨૫ સુધી સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કર્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મો જન્મદિવસ નિમિતે સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાના પ્રા. આરોગ્ય કેન્દ્ર બરખલા ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં બખરલા તથા આજુબાજુના ગામનો લાભાર્થીઓને ઈએનટી આંખ,બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, દાંતની તપાસ, કેન્સર, સગર્ભા સ્ત્રીઓ માટે પ્રસુતિ પહેલાની તપાસ રસીકરણ સેવાઓ, ટીબી પરીક્ષણ તથા આયુષ્માન કાર્ડ વગેરે સેવાઓનો ૨૨૪ લાભાર્થીયે લાભ લીધો હતો અને આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ પોરબંદર દ્વારા સેવા આપવામાં આવી હતી.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here