પોરબંદર જિલ્લામાં બરડા વિસ્તારના શિશલી ગામે ધોળા દિવસે અજાણ્યા તસ્કરોએ એક ખેડૂત પરિવારના રહેણાંક મકાનમાં ઘૂસીને રૂપિયા ૨૧.૬૫ લાખની ચોરીનો અંજામ આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. બગવદર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ, ઘરમાંથી કુલ ૪૬.૨૫ તોલા સોનાના દાગીના અને રૂ.૧.૫૦ લાખ રોકડ તસ્કરો લઈને ફરાર થયા છે.ફરિયાદી લાખીબેન ભુપતભાઈ ઓડેદરા (ઉ.વ.૩૮), શિશલી ગામે ટીંબા સીમ વિસ્તાર માં પરિવાર સાથે રહે છે. તેઓએ જણાવ્યું મુજબ, તા.૧૩/૧૧/૨૦૨૫ના રોજ સવારના સમયે તેઓ પતિ સાથે ખેતીકામે કંડોરવાળા ખેતરે ગયા હતા. તેમનો દિકરો ભીમો (ઉ.વ. ૧૭) ટ્રેક્ટર લઈને ઘલા નાખવા ઘરે આવતો-જતો હતો. બપોરે પરિવારના ત્રણેય સભ્યો ઘરે આવી બપોરનું ભોજન કરીને ફરી ખેતીકામ માટે ખેતરે નીકળી ગયા હતા.

આ દરમિયાન ઘરે એક દરવાજાનું તાળું તોડીને અજાણ્યા ચોરો મકાનમાં પ્રવેશ્યા હતા. અને કબાટમાં રાખેલ સોના ના દાગીના તથા રોકડ રકમ નો ચોરી અજાણ્યા ઈસમો કરી ગયા હતાં.ચોરી બાદ જ્યારે લાખીબેન ઘેર પરત ફરી ત્યારે તેમને દરવાજાનું તાળું તૂટેલું અને રૂમના કબાટના લોકર સાધન વડે ખોલેલ હાલતમાં મળ્યું હતું. અંદાજ મુજબ કબાટમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ ગાયબ હતી જેમાં સોનામાં ચાંદલી હાર ૧૦ તોલા (કિંમ.રૂ.૧,૦૦,૦૦૦ ગળાનો ચેટ ૪ તોલા (કિંમ. રૂ.૨૪, ૦૦૦, હૈમહાર ૭ તોલા કિંમ. રૂ.૨, ૧૦,૦૦૦,પુરૂષ લક્કી ૩ તોલા (કિંમ. રૂ.૨૦,૦૦૦,મંગળસૂત્ર ૩.૫તોલા કિંમ. રૂ.૧,૬૪,૦૦૦,
ચેન –૨.૫તોલા કિંમ. રૂ.૭૦,૦૦૦
લુસ – ૧.૨૫ તોલા કિંમ. રૂ.૩૫, ૦૦૦,સ્ત્રી-પુરૂષ રીંગ ૨.૫ તોલા (કિંમ. રૂ.૭૦,૦૦૦, કાનસર- લટકણિયા, ૨ તોલા કિંમ. રૂ.૨૨,૦૦૦,પુરૂષ કાન કડી ૦.૫ તોલા કિંમ. રૂ.૧૫,૦૦૦,સોનાનું બિસ્કીટ ૧૦ તોલા (કિંમ. રૂ.૧૨, ૮૫,૦૦૦ મળી કુલ સોનાના દાગી ના આશરે ૪૬.૨૫ તોલા કી. આશરે રૂ.૨૦,૧૫,૦૦૦ તથા રોકડ રકમ રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૨૧,૬૫,૦૦૦ ની ચોરી કરી લઈ ગયેલ હોય બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા અને ઘટનાની જાણ થતા બગવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ. એસ. બારા અને પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. હાલ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ : પી.એસ.આઈ. એ.એસ. બારા, બગવદર પોલીસ સ્ટેશન ચલાવે છે
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ
