GUJARAT : પોરબંદર કલેકટર નો વધું એક સપાટો એક અસામાજીક અને બે દારૂના ધંધાર્થી ને પાસા હેઠળ કાર્યવાહી કરતા ગુનેગારો માં ફફડાટ

0
38
meetarticle


પોરબંદર જીલ્લામાં વિસાવાડા ગામે બેંકમાં ભય નો માહોલ ઉભો કરનાર માથાભારે ઇસમ ને સુરત તથા આદિત્યણા ના ગેરકાયદેસર દેશી દારૂની પ્રવૃતિ કરનાર બે ઇસમોને વડોદરા અને અમદાવાદ એમ મળી કુલ ત્રણ ઇસમોને પાસામાં મોકલવા જીલ્લા મેજિસ્ટ્રેટ નાઓ દ્વારા થયેલ હુકમ અન્વયે આરોપીનીપોરબંદર એલ સી બી એ અટકાયત કરી સુરત, અમદાવાદ તથા વડોદરા જેલ ખાતે ધકેલતી પોરબંદર જિલ્લા પોલીસ

જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જીલ્લામાંથી આવારા અસામાજીક તત્વો વિરૂધ્ધ તથા ગેરકાયદેસર દેશી દારૂના જથ્થામાં પકડાયેલ ઇસમો વિરુધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા માર્ગદર્શન અને સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેંક ઓફ બરોડા વિસાવાડાની બેંકમાં ધારીયા સાથે પ્રવેશ કરી ભયનો માહોલ ઉભો કરી જાહેરમાં ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગુન્હો કરેલ જેથી મિયાણી મરીન પો.સ્ટે.માં ગુ.ર.નં. પાર્ટ એ ૧૧૨૧૮૦૦૨૨૫૦ ૧૭૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૨૧, ૨૭૦, ૨૯૬(બી), ૩૫૧(૩) તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જેથી પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ ની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુનાઓ ગ્રામ્ય વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ ગુન્હામાં સંડોવાયેલ આરોપી અનિલ ઉર્ફે ખોડો સાજણભાઇ કેશવાલા, ઉ.વ.૩૩, રહે.વિસાવાડા ગામ, તા.જી.પોરબંદરવાળા વિરૂધ્ધમાં પો.ઇન્સ. એમ.ડીવાળા મિયાણી મરીન પો.સ્ટે. પોરબંદરના ઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકનાઓ મારફતે પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ. સી બી. ઇ/ચા પો.ઇન્સ. આર.કે. કાંબરીયા એ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.

તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયા સાહેબ રાણાવાવ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ સી- ૧૧૨૧૮૦૧૫ ૨૫૦૫૨૯/૨૦૨૫ પ્રોહી એકટ કલમ- ૬પ(ઈ),(બી), (સી),(ડી), (એફ), ૮૧ મુજબના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ (૧) કિશોર સાજણભાઇ ગુરગુટીયા, ઉ.વ.૨૪, રહે.આદિત્યાણા, બાયપાસ રોડ, નવાપરા, તા.રાણાવાવ, જી.પોરબંદર તથા (૨) સરમણ પોલાભાઇ ગુરગુટીયા, ઉ.વ.૩૬, રહે.આદિત્યાણા, બાયપાસ રોડ, નવાપરા, તા.રાણાવાવ, જી. પોરબંદર વાળા વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નાઓ ની સુચના મુજબ પો.ઇન્સ. એન.એન.તળાવીયા, રાણાવાવ પો.સ્ટે. પોરબંદરનાઓ એ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ વડોદરા તથા અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ. સી બી. ઇ/ચા પો.ઇન્સ. આર.કે. કાંબરીયા એ સામાવાળાઓને પાસા વોરાંટની બજવણી કરી અનુક્રમે વડોદરા તથા અમદાવાદ જેલ ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં પોરબંદર રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.એન. તળાવીયા તથા મિયાણી મરીન પો.સ્ટે.ના પો.ઇન્સ. એમ.ડી.વાળા તથા પોરબંદર એલ. સી બી. ઇ/ચા પો.ઇન્સ. આર.કે.કાંબરીયા તથા એ. એસ. આઈ. ઉદયભાઈ વરૂ, મુકેશભાઇ માવદીયા, રૂપલબેન લખધીર, તથા હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ ઝાલા, હીમાંશુભાઇ મક્કા, જીતુભાઇ દાસા તથા પો.કોન્સ. નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા રાણાવાવ પો.સ્ટે. એ. એસ. આઈ. એસ.આર.ઓડેદરા, ભરત ભાઇ જાડેજા, રણજીતભાઇ ડાંગર તથા પો.કોન્સ. સરમણભાઇ મારૂ તથા મિયાણી મરીન પો.સ્ટે.ના હેડ કોન્સ્ટેબલ કારાભાઈ મોકરીયા તથા પો.કોન્સ. સજ્જનસિંહ જેઠવા તથા પો.હેડ ક્વાર્ટરના ડ્રા.પો.કોન્સ. વિજયભાઈ માવદીયા નાઓ રોકાયેલ હતા.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here