પોરબંદર જિલ્લા કક્ષાના યોજાયેલા પોરબંદર ડો. વી. આર ગોઢાણીયા કોલેજ ખાતે યોજાયેલા કલા મહાકુંભ માં ૬થી ૧૪ વય જુથ ના લોક નૃત્ય કલામાં ટુકડા ગોસા ની શાળા ની બાળાઓએ જિલ્લા કક્ષાની આ લોક નૃત્ય કલામાં મેદાન મારી પ્રથમ ક્રમે વિજેતા બની આગળ જોન કક્ષા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી શુંભકામના શાળા ના આચાર્ય મુરૂભાઈ ઓડેદરા, શિક્ષક સ્ટાફગણ, ગામના સરપંચ, આગેવાનોએ પાઠવી છે

કલા મહાકુંભ યોજવાનો મુખ્ય ઉદ્દેશ બાળકો વિધાર્થીઓ, યુવાનો સૌ માં રહેલી વિવિધ કલા જાગૃતિ, પ્રતિભા શોધ અને યોગ્ય તક, સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ કરવા અને કલાકારોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવી યોગ્ય પ્રતિભાઓને શોધી યોગ્ય સ્ટેજ આપવા માટે સાંસ્કૃતિક મહોત્સવ તરીકે સ્વરૂપ આપવાનો હોય છે ત્યારે ગત તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પોરબંદર દ્વારા સંચાલીત જિલ્લાકક્ષા કલા મહાકુંભ-સ્પર્ધા ૨૦૨પનો ડો. વિ.આર. ગોઢાણીયા કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી કોલેજ ,પોરબંદર ખાતે શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.
આ જિલ્લાકક્ષા કલા મહાકુંભ-સ્પર્ધામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમારે ઉપસ્થિત રહીને કલા મહાકુંભ-સ્પર્ધા શુભારંભ કરાવ્યો હતો અને કલા મહાકુંભ-સ્પર્ધાના સ્પર્ધકોને માર્ગદર્શિત કર્યો હતાં.
જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, ડીએસપી. ભગીરથસિંહ જાડેજા સહિતના એ જિલ્લા કક્ષાની કલા મહાકુંભ -સ્પર્ધાના તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં તાલુકા કક્ષાએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની અલગ-અલગ ૦૪ (ચાર) વયજુથમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકો તેમજ સીધી જિલ્લાકક્ષાએ યોજાનાર કૃતિઓના સ્પર્ધકો વિવિધ કલાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
જેમાં પોરબંદર જિલ્લા ના ત્રણેય તાલુકા કક્ષાએ નંબર આવેલ કૃતિઓમાં ગાયન,વાદન, સંગીત, લેખન, રાસ,ગરબા, નૃત્ય લોક નૃત્ય વગેરે કલામાં તાલુકાકક્ષા એ પ્રથમ આવેલાની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં પોરબંદર તાલુકામાં લોક નૃત્ય કલામાં ટુકડા ગોસા પ્રાથમિક શાળા ની બાળાઓનો પ્રથમ આવેલ.તેથી જિલ્લા કક્ષામાં ટુકડા ગોસા પ્રાથમિક શાળાની વિધાર્થીઓએ લોક નૃત્યમાં પોરબંદર તાલુકાનું પ્રતિનિત્વ કર્યું હતું. અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સરસ અને બેખૂબી સુંદર પર્ફોમન્સ કરી જિલ્લા કક્ષાએ લોક નૃત્યમાં કલામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
અને હવે આગળ જોન અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
આ સિદ્ધિ મેળવવામાં શાળાના આચાર્ય મુરુભાઇ એસ. ઓડેદરા નું સુંદર માર્ગદર્શન નીચે શાળાની બાળાઓની ખૂબ લગન તેમજ કઠોર મહેનત, શાળાના શિક્ષિકા રાજીબેન દાસા ની કાબેલિયત ભરી પ્રેક્ટિસ અને તાલિમ તેમજ વધુ સમય અને અથાગ પરિશ્રમ, રિદ્ધિબેનની કોકલી કંઠીઅને સુમધુર ગાયકી, અભયભાઈ અને મેરુભાઈનો તાલ તથા નારણભાઇ જોશી અને પ્રજેશભાઈ નો પૂરતો સપોર્ટ ના કારણે આ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ મેદાન મારી પ્રથમ ક્રમે અવ્વલ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. જિલ્લા કક્ષાની પ્રથમ સ્થાનની આ સિદ્ધિ મેળવવા અને ટુકડા ગોસા ગામનું નામ રોશન કરવા બદલ તમામ બાળાઓ અને સ્ટાફગણને ગામના. સરપંચ લાલજીભાઈ ટુકડીયા ,smc સભ્યો, આચાર્ય મુરુભાઇ એસ. ઓડેદરા,માજી સરપંચ હરજી ભાઈ,ગામના આગેવાનો અને વડીલો નથુભાઈ ટુકડીયા,રામભાઈ જોશી,પ્રેમજીભાઈ,મોહનભાઈ,કારાભાઈ, વેજાભાઈ, હાજાભાઈ, નારણભાઇ, મોહનભાઈ, પ્રવીણ ભાઈ, રામદેભાઇ, વસ્તાભાઈ તથા વાલીગણ દ્વારા શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા અને આગળ જોન અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભકામના પાઠવેલ.
રિપોર્ટર :- વિરમભાઇ કે. આગઠ

