GUJARAT : પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામ ખાતે કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ખેડૂતો સાથે મુલાકાત કરી

0
30
meetarticle

પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામની સુંડાવદર સિમ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અંગે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી હતી.

મંત્રીશ્રીએ અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી અને સમસ્યાના યોગ્ય તથા કાયમી નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સમસ્યાના નિરાકરણ લાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી હતી.

આ મુલાકાત દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પિયુષ. સિંગરખીયા, ક્ષાર અંકુશ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અજય મકવાણા, મામલતદાર ખીમાભાઈ મારૂ, તાલુકા વિકાસ અધિકારી એમ. ગજ, તેમજ અગ્રણી સર્વ શ્રી રામદેભાઈ મોઢવાડીયા, વિરમભાઈ કારાવદરા, ભુરાભાઈ કેશવાલા, હાથિયાભાઈ ખુટી, પ્રતાપ કેશવાલા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: વિરમભાઈ કે.આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here