ભારતના ઐતિહાસિક અને આધ્યાત્મિક વિરાસતોને સંવર્ધન સાથે સર્વાંગી વિકાસ આપવાના ‘વિકાસ પણ, વિરાસત પણ’ના મંત્ર હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં યાત્રા ધામોના વિકાસને વિશેષ ગતિ મળી રહી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગ દર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી સહિતના તીર્થસ્થળો માં ૩૬૦° આધ્યાત્મિક વિકાસ કાર્ય સફળતાપૂર્વક અમલમાં આવી રહ્યા છે.

આ જ દિશામાં પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલા શ્રી કૃષ્ણ–રૂક્ષ્મણી યાત્રાધામના અંદાજે રૂ.૯૧ કરોડથી વધુના કુલ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. યાત્રાધામના માસ્ટર પ્લાન મુજબ માધવપુર ગામની આસપાસ એક કિ.મી.ની પરિસરમાં આવેલા વિવિધ પવિત્ર સ્થળોને જોડીને સમગ્ર વિસ્તારમાં આધુનિક સુવિધાઓ સાથે વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેનાથી આવતા યાત્રાળુઓને સુવિધાઓ અને પ્રવાસનનો અનુભવ અનેકગણો સારો બનશે.
બીજા તબક્કામાં રૂ.૪૩.૭૨ કરોડ ના મુખ્ય વિકાસ કાર્યો હાથ ધરાશે તેમાં શ્રી માધવ રાયજીના મંદિરનું પુનઃનિર્માણ, મંદિર નજીક ૩૦૦ મીટર બીચ ડેવલપમેન્ટ,વિસ્તૃત પાર્કિંગ પરિસર નો વિકાસ, પ્રાથમિક સુવિધાઓ – શૌચાલય, ફૂડ કિઓસ્ક, ફૂડ કોર્ટ, કાચબા ઉછેર કેન્દ્રથી મંદિર સુધીનો માર્ગ ૯ મીટર સુધી પહોળો કરવાનો
બીચ એરિયામાં આધુનિક સ્કલ્પચર, સિનેજ, ફાઉન્ટેન, સેલ્ફી પોઇન્ટ અને લેન્ડસ્કેપિંગ નો સમાવેશ થાય છે
શ્રી રૂક્ષ્મણી માતા મંદિરનો વિકાસમાં પ્રથમ તબક્કોમાં રૂ. ૪૮ કરોડનો વિકાસ પૂર્ણ થયેલ છે જેમાં ચોરી માયરાની જગ્યા, બ્રહ્મકુંડ, માધવરાયજી મંદિર તરફ જતો માર્ગ,બીચ ડેવલપમેન્ટ અને મેળા ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે તેનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રથમ તબક્કા મુજબના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું:
આમ, કુલ રૂ. ૯૧ કરોડના ખર્ચે ચાલી રહેલા આ વિકાસ કાર્યો થકી માધવપુર ઘેડ યાત્રાધામનું સર્વાંગી રૂપાંતર થશે. રાજ્ય અને દેશભરમાંથી આવતા ભક્તો, પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને વિશાળ સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના પરિણામે ગુજરાત આધ્યાત્મિક પ્રવાસન ક્ષેત્રે વધુ નવી સિદ્ધિઓ હાંસલ કરશે, એમ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જણાવાયું છે.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

