GUJARAT : પોરબંદર પોલીસનો ટ્રાફિક સેફ્ટી ડ્રાઈવ: ૫ દિવસમાં ૧૩૩ વાહનચાલકો સામે કાર્યવાહી, ૮૦ હજારથી વધુ દંડ વસૂલ

0
33
meetarticle

પોરબંદર જિલ્લામાં વધતા માર્ગ અકસ્માતોને નિયંત્રિત કરવા અને ટ્રાફિક નિયમોની કડક અમલવારી સુનિશ્ચિત કરવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબે ખાસ સૂચનાઓ આપેલી. આ સૂચનાઓ અનુસાર ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. આહિર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ દિવસથી ખાસ ટ્રાફિક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું.

આ અભિયાન દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરતા કુલ ૧૩૩ વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ ૮૦ હજારથી વધુ સ્થળદંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

ટીમ દ્વારા હાઈવે અને શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન
રોંગ સાઇડ ઉપર વાહન ન ચલાવવા, ઓવરસ્પીડ ન કરવાની કડક સૂચના, જરૂરી તમામ વાહન દસ્તાવેજો નિયમ મુજબ સાથે રાખવા, ઓવરટેકિંગ માત્ર નિયમ મુજબ જ કરવાની અપિલ, પરમીટ કરતાં વધુ માલ અથવા મુસાફરો ન બેસાડવા ચેતવણી આપી ટ્રાફિક ના નિયમો અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસ દ્વારા અવર નવાર અવરનેસ કાર્યક્રમો યોજવામાં આવે છે.

અકસ્માતો ઘટાડવા માટે રાત્રિ દરમ્યાન વાહનોમાં રિફ્લેક્ટર અને રેડિયમ ટેપ લગાવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું. ખાસ કરીને ખેડૂતો રાત્રે યા વહેલી સવારે પોતાના વાહનોમાં જણસી ભરીને યાર્ડ તરફ જતાં હોય છે, તેથી અકસ્માતો નિવારવા તેમની ગાડીઓમાં રિફ્લેક્ટર લગાવવાની પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પણ પોલીસ દ્વારા અનેક વાહનચાલકોને
રોકી હાઈવે પર ઢોર-પશુ બેસેલા હોવાની શક્યતા અંગે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી. વાહનચાલકો તથા મુસાફરો દ્વારા પોલીસની કામગીરીની પ્રશંસા કરતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર :– વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here