પોરબંદર જિલ્લા ના રાણાવાવ તાલુકા હનુમાન ગઢ ગામેથી બે દિવસ પહેલા કેસર કેરી નું આગમન કેસર કેરી નું આગમન પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં થયુ હતું
ગત શિયાળાની જેમ આ શિયાળે પણ પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીનું આગમ થઈ ચૂક્યું છે અને એક કિલોના ૧૨૫૧ લેખે દસ કિલોના બોકસની હરરાજી કરવામાં આવી હતી. ત્યારે આજે તાલાલા ગીર ના જાવંત્રી ગામની કેસર કેરીના બે બોક્સ ની હરાજી અર્થે આવ્યા હતા.

પોરબંદરના બરડા પંથકમાં તેમજ બીલેશ્વર અને હનુમાગઢ પંથક સહિત બરડા વિસ્તારમાં ખૂબ મોટી માત્રામાં આંબાનું વાવેતર થયુ હોવાથી વિપુલ માત્રામાં કેરીનો પાક ઉતરે છે. અને ખેડૂતો પાસેથી ઇજારેદાર આખા વર્ષનો આંબાની કેસિનો ઇજારો લઈ લેતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મીંગના કારણે તથા અન્ય કારણોસર શિયાળા દરમિયાન જ પોરબંદરના માર્કેટીંગ યાર્ડ ખાતે ફળોની રાણી કેરીની આવક થતા કેરીની હરરાજી થતી હોય છે ત્યારે આ વર્ષે રાણાવાવ તાલુકા ના હનુમાનગઢ ગામેથી બે દિવસ પહેલા આગમન થઈ ચૂકયુ છે. માર્કેટીંગ યાર્ડ ખાતેતા.૧૫/૧૨/ ૦૨૫ સોમવારના હનુમાનગઢથી ઇજારેદાર તરફથી લાવવામાં આવેલ કેસર કેરીના એક બોકસની હરરાજી થઈ હતી. માર્કેટીંગ યાર્ડના જાણીતા વેપારી સુદામા ફૂટ કંપનીવાળા નીતિન ભાઈ દાસાણી ને ત્યાં આ કેરી હરરાજી માટે લાવવામાં આવી હતી કેરીના આ બોકસની હરરાજીમાં કિલોનો ભાવ હરાજી થઈ ત્યારે શરૂમાં ૫૦૧ રૂા.થી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે જાણીતા વેપારી સુદામા ફૂટ કંપનીવાળા નીતિન ભાઈ દાસાણીએ ગુલાબની પાંદડીઓ થી વધાવીને તથા મો મીઠું કરવા માટે પેંડા લાવીને કેરીનું આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતુ. અત્યારે શિયાળાના પગરવામાં અને પોરબંદરમાં વી.વી.આઈ.પી. ગ્રાહકો માટે કેરી પૂરી પાડતા દિલીપભાઈ જેરામભાઈ એ સૌથી વધુ બોલી કરીને કિલોના ૧૨૫૧ રૂા. જેવો ઉંચો ભાવ બોલીને ૧૨,૫૧૦ રૂા.માં કેરીનું બોકસ વેચાતુ લીધુ હતુ
ત્યારે આજે ફરી પોરબંદર માર્કેટિંગ પાર્ડ ખાતે જાવંત્રી તાલાલા ગીરની કેસર કેરીના બે બોક્સ લઈને ખેડૂત ઇજારે દાર મુકેશભાઈ (શક્તિ) વાળા અને ભીખાભાઈ જાવંત્રી તાલાલાથી તેમના ઇજારા થી રાખેલ આંબાવાડીમાં બે બોક્સની કેરી ની આવક થતા તે લઈને પોરબંદર ના માર્ટિંગ યાર્ડ ના આજે જાણીતા વેપારી નીતિનભાઇ દેસાણી પાસે આવ્યા હતા અને તેની જાહેર હરાજી કરવામાં આવી હતી.
જાવંત્રી તાલાલા ગીરથી આવેલ કેસર કેરીનો ભાવ આજે ૧ કિલોના ૮૧૧ છેલ્લી બોલીથી ગયો હતો અને બે બોક્સ કેરીનું રૂ.૧૬૨૨ માં વેચાણ થયું હતું.
નીતિનભાઈ દાસાણીએ જણાવ્યુ બે દિવસ પહેલા “પોરબંદર ની આપણી માર્કેટ યાદ, આપણો બરડો” સુપર ડુપર..આપણી કેસર કરી” ની જેમ એક બોક્સની હરાજી રેકેડ ભાવથી થઈ હતી.
ચાલુ વર્ષે કમોસમી વરસાદ ના લીધે કેરીના પાકમાં ખૂબ મોટું નુકશાન થયુ હોવાથી આ વર્ષે કેરીનું ઉત્પાદન પણ પ્રમાણમાં ઘટી જશે. આમ છતાં રેકોર્ડબ્રેક ભાવે કેરીની હરરાજી થતા ઈજારેદારને મોજ પડી ગઈ હતી અને આજે પણ જાવંત્રી તાલાલાથી ખેડૂત ઇજારેદાર મુકેશભાઈ (શક્તિ) વાળા અને ભીખાભાઈ તેઓ બે કેસર કેરીનાં બોક્સ લઈને આવ્યા હતા અને એક કિલો ના ભાવ ૭૧૧ લેખે બે બોક્સની હરાજી થઈ હતી.
જે હરાજીમાં હનુમાનગઢની ખરીદેલી કેરીના વેપારીએ આજે પણ દિલીપભાઈ જેરામભાઈ એ છેલ્લી બોલી ૭૧૧ બોલીને જવંત્રી તાલાલા ગીરની કેસર કેરીની ખરીદી કરી હતી.
રિપોર્ટર:- વિરમભાઇ કે.આગઠ

