પોરબંદર એલ.સી.બી. પોલીસે રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી કરતી સફેદ કલરની સ્વીફટ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો નંગ-૩૭૦ કી.રૂા. ૧,૧૧,૦૦૦/- તથા સ્વીફટ કાર કી.રૂા. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂા. ૪,૧૧,૧૧૧/- ની કીંમતના મુદામાલ સાથે ત્રણ ઇસમોને પકડી
પાડ્યા છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નાઓ દ્વારા વખતો વખત પોરબંદર જીલ્લામાં થી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઈન્ચાર્જ પો.ઇન્સ. આર.કે.કાંબરીયા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ . એસ.આઈ બટુકભાઇ વિંઝુડા તથા હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઇ મક્કા તથા પોલીસ કોન્ટસેબલ નટવરભાઇ ઓડેદરાને ખાનગી રાહે બાતમી મળી હતી કે આદિત્યાણા તરફથી એક સફેદ સ્વીફ્ટ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે કાદા વિસ્તાર ખાતે ટાટાના એરીયાની ઓફિસ પાસે વાહન અટકાવી તપાસ કરતાં કારમાં ત્રણ ઇસમો બેઠેલા મળી આવ્યા હતા.
પંચોની હાજરીમાં કારની તપાસ કરતાં ડેકીમાં પુઠ્ઠાના બોક્સમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો મળી આવી હતી. આરોપીઓ પાસે પાસ-પરમીટ ન હોવાનું બહાર આવતાં કુલ ૩૭૦ નાની બોટલો (રૂ.૧,૧૧,૦૦૦/-) તથા હેરાફેરીમાં વપરાયેલી સ્વીફ્ટ કાર (રૂ.૩,૦૦,૦૦૦/-) મળી કુલ રૂ.૪,૧૧,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
કારમાં ત્રણ ઇસમો બેઠેલા મળી
આવેલા આરોપીઓમાં (૧) ભારા ચનાભાઈ કટારા (રહે.સિંહજરનેશ બાવળવાવ, પોરબંદર),(૨) દિલીપ વેજાભાઈ ગુરગુટીયા (રહે. આદિત્યાણા, રાણાવાવ) અને (૩) આલા ખીમાભાઈ કોડીયાતર (રહે. બરડા ડુંગર, ભાણવડ)નો સમાવેશ થાય છે.
પુછપરછ દરમ્યાન આરોપીઓએ દારૂનો જથ્થો દાસા રાજાભાઈ હુણ (રહે. પાસ્તર ગામ, ભાણવડ, દેવભૂમિ દ્વારકા) પાસેથી વેચાણ અર્થે લીધો હોવાનું કબૂલ્યું હતું. જેના આધારે તેને ચોથા આરોપી તરીકે ફરાર જાહેર કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે ચારેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ), ૮૧, ૯૮(૨) સહિતની કલમો હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ એલ.સી.બી. દ્વારા કરવામાં આવી રહી છે.
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં એલ.સી.બી.
ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયા તથા એ . એસ.આઈ.બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઈ માવદીયા તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ. ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રL પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ વસાવા વિગેરે રોકાયેલ હતા.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

