છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પધારેલા મહિલા અને બાળ કલ્યાણ (સ્વાતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી .મનીષાબેન વકીલે ધંધોડા ગામે નંદઘર અને ડૉ.આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીઓની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રીશ્રીએ નંદઘરની મુલાકાત લઈ ભૂલકાઓ સાથે વાર્તાલાપ કરી તેમને આપવામાં આવતા ભોજનનું જાતે નિરીક્ષણ કર્યું હતું.ધંધોડા ગામના ડૉ.આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી વણકર જયદીપભાઈના પરિવાર સાથે આત્મીયતા ભરી વાર્તાલાપ કરી હતી.

ડૉ.આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી શ્રીમતી જ્યોતિબેન વણકરના પરિવાર સાથે બેસી તમામના ખબરઅંતર પુછ્યું હતા. ઘરના સભ્યો સાથે મળીને તેઓએ મકાઈનો રોટલો બનાવ્યો હતો. જ્યોતિબેનના પરિવાર સાથે બેસી સ્થાનિક ભોજન કર્યુ હતું. ત્યાર બાદ તેજગઢ ખાતે ડૉ. આંબેડકર આવાસના લાભાર્થી રોહિત પરસોત્તમભાઈના પરિવાર સાથે મુલાકાત લઈ પરિવારના સભ્યોના ખબરઅંતર પૂછ્યા હતા. ધંધોડા ખાતે વડીલ મોહનભાઈ છગનભાઈ વણકરને મળી તેમના આશીર્વાદ લીધા હતા.
આ પ્રસંગે પ્રભારીમંત્રીશ્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું કે, છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી મળતા બે દિવસમાં વિભાગના અધિકારી સાથે બેઠક કરી, વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરના ધંધોડા ગામના સ્થાનિક ભાઈઓ અને બહેનને મળેલી સરકારી યોજનાના લાભો વિશે જાણકારી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, અગ્રણી ઉમેશભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી સહીત સબંધિત, પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
REPORTER : અંજુમ ખત્રી છોટાઉદેપુર

