તાજેતરમાંજ અમદાવાદ ખાતે ભારતની યુદ્ધકળા વિશ્વ મંચે ઝળહળતી MAAI દ્રારા આઠ મુ આંતરરાષ્ટ્રીય હોલ ઓફ ફેમ-૨૦૨૫ યોજાયુ જેમા પ્રતિષ્ઠિત ઇવેન્ટ નુ યજમાન પદ MAAI ના સેક્રેટરી જનરલ ગજાનંદ રાજપૂત સંભાવ્યું હતુ તો જેમા દેશ-વિદેશ માંથી અનેક ગ્રાન્ડ માસ્ટર્સ , માસ્ટર્સ અને ખેલાડીઓની ઉપસ્થિતિ એ કાર્યક્રમ ને આંતરરાષ્ટ્રીય મહિમા આપ્યો હતો તો બાળકો મા યુદ્ધ કળાનો વિકાસ , શિસ્ત અને તાલીમ ની ગુણવત્તા વધારવામા તેમના સતત પ્રયાસોને કાર્યક્રમમાં વિશેષ નોધવામા આવ્યા હતા તો સાબરકાંઠા જિલ્લા ના પ્રતિષ્ઠિત કોચ હાર્દિક બ્રહ્મભટ્ટ ને બેસ્ટ કરાટે કોચ ઓફ ધ યર-૨૦૨૫ ના પુરસ્કાર થી સન્માનિત કરવામા આવ્યા હતા તો રાજયના રમતગમત મંત્રી ર્ડા.જયરામભાઇ ગામીતે અને શિક્ષણ મંત્રી રીવાબા દ્રારા હાર્દિક બ્રહ્મભટ્ટ ના કાર્યની પ્રશંસા કરી હતી અને પ્રમાણપત્ર શિલ્ડ એનાયત કર્યો હતો

તો સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકા નુ ગૌરવ વધારતા સાંસદ શોભનાબેન બારૈયા તથા પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા પણ અભિનંદન શુભકામનાઓ પાઠવી હતી
REPOTER : ઉમંગ રાવલ પ્રાંતિજ .

