ડાંગ જિલ્લાના બોરખેત ખાતે પ્રાણીન ફાઉન્ડેશન અને ચંદ્રલોક ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ જ સુંદર અને મોટું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં જ્યારે લગ્નનો ખર્ચ કરવો સામાન્ય માણસ માટે અઘરો બની ગયો છે,ત્યારે આ સંસ્થાઓએ આગળ આવીને ૨૫૧ નવયુગલોના નિ:શૂલ્ક સમૂહ લગ્ન કરાવીને પ્રશંસનીય કાર્ય કર્યું છે.ડાંગના અંતરિયાળ વિસ્તારના ૨૫૧ યુગલોએ આ સમારોહમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.આ સંસ્થાઓએ માત્ર લગ્ન જ નથી કરાવ્યા,પણ દરેક દીકરીને કરિયાવરમાં ઘરવખરીની તમામ જરૂરી વસ્તુઓ જેવી કે બેડ,ગાદલાં, રસોડાનો સામાન તેમજ ચાંદીનું મંગળસૂત્ર અને પાયલ પણ ભેટ આપી છે. આ જોઈને લાગે છે કે દીકરીઓને પિયરની ખોટ ન થાય એવો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે.લગ્ન ઉપરાંત અહીં યજ્ઞોપવિત (જનોઈ) સંસ્કારનું પણ સુંદર આયોજન હતું. આ પ્રસંગે આશરે ૧૦,૦૦૦થી પણ વધુ લોકો ઉમટી પડ્યા હતા,જેમની માટે ભોજન પ્રસાદની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. સતત બીજા વર્ષે આટલું મોટું નિ:શૂલ્ક આયોજન કરવું એ ખરેખર ખૂબ મોટી વાત છે.આ આયોજન એવા લોકો માટે એક શીખ છે જેઓ દેખાડો કરવા પાછળ ખોટો ખર્ચ કરે છે.પ્રાણીન ફાઉન્ડેશન અને ચંદ્રલોક ફાઉન્ડેશને સાબિત કરી દીધું કે સાચી સેવા એ જ છે જે જરૂરિયાતમંદના ચહેરા પર સ્મિત લાવી શકે.ડાંગની ધરતી પર થયેલું આ કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે.

“આજના આધુનિક યુગમાં લોકો પોતાના લગ્ન પાછળ કરોડો અને અબજો રૂપિયા ખર્ચી રહ્યા છે, ત્યારે પ્રાણીન ફાઉન્ડેશન અને ચંદ્રલોક ફાઉન્ડેશન દ્વારા એક સુંદર સંદેશ આપવામાં આવ્યો છે કે સાચી ખુશી જરૂરિયાતમંદ લોકોની મદદ કરી, તેમની ખુશીમાં પોતાની ખુશી માનવામાં જ રહેલી છે.”
પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા માત્ર સમૂહ લગ્ન જ નહીં, પરંતુ હિન્દુત્વ અને ગૌ સેવા, ગૌ રક્ષાના પણ અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આપણી આવનારી પેઢીએ હિન્દુત્વ અને માનવ સેવાના મૂલ્યો આ સંસ્થા પાસેથી શીખવા જોઈએ.

