GUJARAT : પ્રોહીનો ગણનાપાત્ર કેસ કરતી સંતરામપુર પોલીસ

0
45
meetarticle

પ્રોહીનો ગણનાપાત્ર કેસ કરતી સંતરામપુર પોલીસ મહીસાગર જીલ્લાના પોલીસ અધિક્ષક સફીન હસન સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા સંતરામપુર વિભાગ સંતરામપુર નાઓએ પ્રોહી પ્રવૃતી ઉપર અંકુશ લાવી આવી પ્રવૃત્તિને સદંતર નાબુદ કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ડીડોર સંતરામપુર પોલીસ સ્ટેશન નાઓએ સંતરામપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઈસમો તથા પ્રોહીની પ્રવૃતી સબંધીત જગ્યાઓ તથા પ્રોહી બુટલેગર ઉપર વોચ રાખી રેઇડો કરતા તથા અવાર નવાર સખ્ત વાહન ચેકીંગ કરવા જણાવેલ


આજ રોજ તા.૦૪/૧૨/૨૦૨૫ ના રોજ સંતરામપુર પોલીસના સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાંકાનાળા ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીંગમાં હતા

દરમ્યાન પોલીસને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે એક હોન્ડા કંપનીની સફેદ કલર જાઝ ફોરવ્હીલ ગાડી જેનો રજી નં-GJ.01.RM.7093નીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ ભરી વાજીયાખુંટ તરફના રોડેથી આવે છે તેવી બાતમી મળતા વાકાનાળા ત્રણ રસ્તા ઉપર નાકાબંધીમાં હતા દરમ્યાન સદર બાતમીવાળી ફોરવ્હીલ ગાડી આવતા તેને ઉભી રાખવા ઇશારો કરતા ગાડીના ચાલકે તેની ગાડી ઉભી નહી રાખી અને લુણાવાડા તરફના રોડે હંકારેલ જેથી પોલીસે સદર ગાડીનો પીછો કરી ઝાલા પાદેડી ગામે રોડ ઉપર સદર ગાડી રોડની સાઇડમાં ઉભી કરાવી ગાડીના ચાલકનુ નામ ઠામ પુછતા તેણે તેનુ નામ અર્જુન રામસિંહ રાજપુત રહે.અમરાઈવાડી અમદાવાદ તા.જી.અમદાવાદનો હોવાનું જણાવેલ અને સુંદર ગાડી ચેક કરતા ગાડીની વચ્ચેની સીટમા નીચેના ભાગે, હેન્ડબ્રેકની નીચેના તથા ગાડીમા જુદી જુદી જગ્યાએ બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના ૧૮૦ એમ.એલ.ના કવાર્ટરીયા નંગ-૮૮૦ કિ.રૂ.૨,૮૨,૮૮૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા આરોપીની અંગજડતી માંથી મળી આવેલ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૫૦૦૦/- તથા હોન્ડા કંપનીની સફેદ કલર જાઝ ફોરવ્હીલ ગાડી નંગ-૧ કિ.રૂા.૪.૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂા. ૬.૯૭,૮૮૦/-ના મુદ્દામાલ સાથે આરોપી અર્જુન રામસિંહ રાજપુત રહે.અમરાઈવાડી અમદાવાદ તા.જી.અમદાવાદને પકડી પાડી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી

REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા મહિસાગર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here