પોરબંદર જિલ્લાના બગવદર વિસ્તારમાં વ્યાજખોરીના ગુનામાં પોલીસે કરેલી કાર્યવાહી દરમ્યાન આરોપીઓ પાસેથી કબ્જે કરાયેલા વાહનને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.

મ્હે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શનમાં, કોર્ટના આદેશોને અનુસરતા ગુન્હાના કામે કબ્જે કરાયેલા સોનાના દાગીના, વાહનો, મોબાઇલ સહિતના મુદામાલને માલિકોને પરત કરવાની કામગીરી જિલ્લામાં સતત અમલમાં મૂકવામાં આવી રહી છે.
તે મુજબ પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુનાં માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનના પો.સબ. ઇન્સ્પેક્ટર આશિષકુમાર એસ. બારા તથા સ્ટાફે બગવદર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-A ૧૧૨૧૮૦૦ ૩૨ ૫૦૫૬૨/૨૦૨૫, આઈ.પી.સી કલમ ૫૦૬(૨), ૩૮૬, ૧૧૪ તથા ગુજરાત નાણાની મનીલેન્ડર્સ એક્ટ ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨,મુજબના કામેના આરોપીના ગેરકાયદેસર
કબ્જામાંથી જપ્ત કરાયેલા મુદ્દામાલ માં વાહન માં ફોરવ્હીલ કાર રજિસ્ટ્રેશન નંબર GJ-01-KD- 5888 મુળ માલિકને વિધિવત પરત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત સોંપવામાં આવેલ છે.
આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. આશિષકુમાર એસ. બારા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.આર. સીસોદીયા તથા પોલીસ કોન્સ્ટેબલ વિંજાભાઈ હાજાભાઈ રાણાવાયા સહિતના અધિકારી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવેલી છે.
રિપોર્ટર : વિરમભાઇ કે. આગઠ

