બડોલી-વડીયાવીર માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હતો, જેના કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓ તેમજે બિલેશ્વર ધામ મંદિરે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને ચોમાસા દરમ્યાન ત્રણ મોટા ગરનારા (ક્લીવટ) પરથી પસાર થવું મુશ્કેલ બની રહેતું હતું.હવે ગ્રામ્ય આર એન્ડ બી પંચાયત વિભાગ દ્વારા આ માર્ગ પર ત્રણ નવા ગળનારા અને એક સ્લેબ ડ્રેનનું નિર્માણ કાર્ય પૂર્ણ કરીને ગુણવત્તાસભર ડામર રોડ તૈયાર કરવામાં આવ્યો છે. નવો માર્ગ ખુલતા જ વાહનચાલકો અને વિસ્તારના રહેવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

આ અંગે માહિતી આપતા ગ્રામ્ય આર એન્ડ બી વિભાગના અધિકારી જયેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, “વડીયાવીર રોડ પર પાણી
ભરાવાની લાંબા સમયથી રહેલી સમસ્યા ધરાવતા વિસ્તારોમાં ટૂંક સમયમાં સીસી રોડનું કાર્ય પણ શરૂ કરવામાં આવશે. આ કાર્ય પૂર્ણ થયા પછી પાણી ભરાવાની સમસ્યા સંપૂર્ણપણે દૂર.” આવનારા દિવસોમાં ત્રણ ગળનારા, સ્લેબ ડ્રેન અને ડામરીકરણનું સમગ્ર કામ પૂરું થતાં વર્ષોથી ચાલતી તકલીફોનો અંત આવી જશે અને બડોલી-વડીયાવીર રોડ પર પરિવહન વધુ સરળ અને સુરક્ષિત બનશે.
REPOTER : દુર્ગેશ જયસ્વાલ સાબરકાંઠા.

