GUJARAT : બરવાળા પોલીસે રૂ.7.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

0
30
meetarticle

ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર અને બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા અને બોટાદ DYSP મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે આ સફળ કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં બરવાળા પોલીસ સ્ટેશનના PI એન.વી. વસાવા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ લાલભાને ચોક્કસ બાતમી મળી હતી.

બાતમી મુજબ, મારૂતિ સુઝુકી કંપનીની સુપર કેરી ગાડી (રજી. નં. GJ-15-AT-6993)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ધંધુકા તરફથી બરવાળા તરફ આવી રહી છે જે બાતમીના આધારે બરવાળા ગામે ખોડીયાર મંદિર પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસ દ્વારા બાતમી વાળી ગાડીને અટકાવી તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કુલ 1596 બોટલો મળી આવી હતી. રૂ.4,27,200 ની કિંમતની 1596 દારૂની બોટલ તેમજ રૂ. 3,00,000 ની કિંમતની મારૂતિ સુઝુકી સુપર કેરી ગાડી અને રૂ. 1,000 નો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ રૂ. 7,28,200 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરીને તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…

REPOTER :વિપુલ લુહાર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here