GUJARAT : બાલાસિનોરમાં કમળાના રોગચાળા બાદ પાલિકાએ પાણીની લાઇન બદલી

0
14
meetarticle

બાલાસિનોરમાં ગત ડિસેમ્બર મહિનામાં પીવાના દૂષિત પાણીના કારણે કમળાનો રોગચાળો વકર્યા બાદ કલેક્ટરની સૂચનાથી પાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ૪૦ વર્ષ સુધીની જૂની લાઇનો બદલવાનું કામ હાથ ધરાયું હતું. ત્રણ તબક્કાની આ કામગીરી હવે અંતિમ ચરણમાં પહોંચી છે.

બાલાસિનોરમાં પાલિકા દ્વારા પીવાના પાણીની લાઇન બદલવાની હાથ ધરાયેલી કામગીરી અંગે મળતી વિગતો અનુસાર પ્રથમ તબક્કામાં ૬.૯૨ લાખ રૂપિયાના ખર્ચે ટીમ્બા મહોલ્લા આસપાસમાં ૬૦૦ મીટર લાઇન બદલાઇ હતી. ત્યાર બાદ રૂ.૯ લાખના ખર્ચે બીજા તબક્કામાં સાંઇનગર સોસાયટીમાં ૪૫૦ અને સિટી સર્વે કચેરી નજીક ૧૬૦ મીટરની પાઇપ લાઇન બદલવામાં આવી હતી. ત્યાર બાદ રૂ.૩૬ લાખના ખર્ચે ત્રીજા તબક્કામાં નિલમ સોસાયટીમાં ૩૪૦ મીટર, નવા રોહિતવાસમાં ૫૩૦ મીટર, કીટકીરવાડમાં ૯૫ મીટર અને કડિયાવાડમાં ૬૫ મીટર લાઇન બદલવામાં આવી છે. હવે ફક્ત બારોટવાસમાં ૨૩૦ મીટર લાઇન બદલવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરીના કારણે શહેરના લગભગ વિસ્તારોમાંથી પીવાના પ્રદૂષિત પાણીની સમસ્યા હલ થઇ ગઇ હોવાનો દાવો પાલિકા દ્વારા કરાયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here