GUJARAT : બાવળા પાલિકાના વોર્ડ નં. ૭માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

0
14
meetarticle

બાવળા નગરપાલિકાના વોર્ડ નં.૭માં વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના પડતર પ્રશ્નોને લઇ સદસ્ય દ્વારા સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સાત મહિના અગાઉ ડિઝાસ્ટર કામગીરીના બહાને રત્નપ સોસાયટી અને બળિયાદેવ વિસ્તારને જોડતું મુખ્ય નાળું તોડી પાડવામાં આવ્યું હતું, જે હજુ સુધી ન બનતા હજારો રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.

આંબેડકર રોડ પર સરકારી શાળા અને બાલમંદિર પાસે વરસાદી ગટરો તૂટી જવાથી ગંદકી ફેલાઈ છે, જેનાથી નાના બાળકોમાં રોગચાળાનો ભય છે. રોહિતવાસ અને જૂના વણકર વાસમાં ગટર લાઈનો બેસી જવાથી પીવાના પાણીમાં ગંદકી ભળવાની અને અનિયમિત પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આગામી ચોમાસું માથે છે ત્યારે જો તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો ગત વર્ષની જેમ ફરી બાવળામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. રહીશો દ્વારા આ પડતર પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here