GUJARAT : બિશ્નોઇ ગેંગના બે આરોપીની જામીન અરજી નામંજૂર

0
28
meetarticle

દુમાડ ચોકડી પાસે વોંચ ગોઠવી ટ્રેલરમાં વિદેશી દારુનો જંગી જથ્થો લઇને આવી રહેલા બિશ્નોઇ ગગના બે સાગરીતને પોલીસે ૧.૩૬ કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.હાલ જેલમાં રહેલા આ બન્ને આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે બન્ને આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દુમાડ ચોકડી પાસે વોંચ ગોઠવી એક ટેન્કરની જડતી લેતા તેમાંથી વિદેશી દારુની ૮૨૨ પેટીમાંથી ૧,૨૧,૫૮,૮૮૦ની કિંમતની ૧૬,૫૧૨ બોટલ મળી આવતા પોલીસે ટ્રેલર સહિત કુલ ૧.૩૬ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે બનાવમાં સંડોવાયેલા ટ્રકના ચાલકભજનલાલ સુખરામ બિશ્નોઇ, શિવપ્રકાશ રાજુરામ બિશ્નોઇ (બન્ને રહે.રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. હાલ જેલમાં રહેલા બન્ને આરોપીએ જામીન અરજી મુકતા અદાલતે બન્ને અરજદારની અરજી રદ કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે, જામીન આપવામાં આવશે તો આરોપી ટ્રાયલમાં હાજર નહી રહે તેવી સંભાવના નકારી શકાય નહી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here