બિહાર બાદ હવે ગુજરાત રાજ્યમાં પણ SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન) પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે.

આ પ્રક્રિયા હેઠળ ચૂંટણી યાદીમાં રહેલા બોગસ વોટરોને દૂર કરવામાં આવશે જેઓના બે જગ્યાએ મતદારકાર્ડ છે, અથવા જે લોકો હવે પોતાના મૂળ ગામ કે શહેરમાંથી સ્થળાંતર કરીને અન્યત્ર રહે છે, એવા તમામ વોટરોના નામ જૂની યાદીમાંથી દૂર કરવામાં આવશે સાથે જ, જે લોકો હાલમાં જ્યાં રહે છે ત્યાં તેમના નવા સરનામે એન્ટ્રી કરવા માટે BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા આજથી ગામ અને શહેરોમાં SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ચૂંટણી વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે,
જો કોઈ માહિતી સુધારવી હોય, સરનામું બદલવું હોય અથવા નવું નામ ઉમેરાવવું હોય, તો સંબંધિત BLOનો સંપર્ક કરી ચૂંટણી કાર્ડ સુધારણાની પ્રક્રિયામાં સહભાગી થવું.
રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર

