વાવ-થરાદ જિલ્લાના વાવ વિસ્તારમાં ડબલડેકર પેસેન્જરો ભરે છે વાહન ચાલકો અને પોલીસ ને જાણે દેખાતું જ ન હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી

વાવ-થરાદ જિલ્લામાં નવા એસ.પી આવ્યા બાદ ઘણી બધી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે તેમ છતાં હમણાંથી વાવ-થરાદથી ઉપડેલ એક મુદ્દો દારૂ ,ડ્રગ્સ નો આખા ગુજરાતમાં ચાલી રહ્યો છે જોકે તેનાથી પણ વધુ ગંભીર આ વાહનો વાળી બાબત છે જેમાં વાહન ચાલકોએ ગાડીની ઉપર લોકોને બેસાડ્યા હોય છે અથવા ઇકો ગાડીમાં તો પાછળનો દરવાજો ખુલ્લો રાખવો પડે એટલા પેસેન્જર ભર્યા હોય છે ત્યારે જો કોઈ અકસ્માત થાય તો કેટલાય લોકોના જીવ જાય તેમ છે ત્યારે પોલીસ જાણે એકદમ અજાણ હોય તેમ તેઓ આવા આ વાહન ચાલકો સામે કોઈ કાર્યવાહી નથી કરતી પરંતુ પોતાના ટાર્ગેટ પુરા કરવા માટે કોઈ ગરીબ માણસ બાઇક લઈને જતો હોય તો તેનું બાઇક ડિટેઇન કરવામાં આવતું હોય છે કોઈ માણસ ક્યારેક અહીંયાંથી નીકળતો હોય તો તેઓની ગાડીઓ કોઈપણ કાળગની ભૂલ કાઢી ને ડિટેઇન કરવામાં આવતી હોય છે પરંતુ રોજિંદા પોલીસની નઝર સામેથી પરમીટ કરતાં ડબલ પેસેન્જર ભરીને નીકળતી ગાડીઓ વાવ પોલીસને નથી કેમ દેખાતી?

અહેવાલ : રાજેશ જોષી : વાવ-થરાદ

