બોટાદ શહેરના ઈતિહાસમાં સહુથી મોટી શોભાયાત્રા સાથે દબદબા પૂર્વક ચરણારવિંદ શતામૃત મહોત્સવનો શુભારંભ થયો છે. બોટાદ શહેરમાં નાગલપર દરવાજા પાસે સ્વામિનારાયણ મંદિરનો 175 મો શતામૃત મહોત્સવ ને લઈને બોટાદ શહેરમાં ગઢડા રોડ ઉપર 175 મો શતામૃત મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે.

સ્વામિનારાયણ મંદિરમાં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી હવેલી તેમજ ચરણારવિંદની સુવર્ણ છત્રીનું પ.પૂ.સદગૂરૂ નિત્યસ્વરુપદાસજી સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના વરીષ્ઠ સંતોના વરદ હસ્તે ભવ્ય ઉદ્ઘાટન થયું. તે ઐતિહાસિક પળના સાક્ષી બનવા હજારોની સંખ્યામાં હરિભક્તોની જનમેદની ઉમટી પડી હતી. ઉત્સવના પ્રારંભમાં જ વિશાળ સભામંડપ ભરચક થઈ ગયો હતો.તમામના હૃદયમાં અતિશય હર્ષોલ્લાસનો દિવ્ય અનુભવ થતો હતો.પૂજ્ય નિત્યસ્વરુપદાસજી સ્વામીએ આ મહોત્સવ અંતર્ગત પોતાની અનોખી ભાવવાહી શૈલીમાં સત્સંગિજીવન કથાનો શુભારંભ કર્યો છે.જે કથા 31 ડીસેમ્બર સુધી દરોજ બપોરે 3 થી 6 અને રાત્રે 8 થી 11 વાગ્યા સુધી પૂજ્ય નિત્યસ્વરુપદાસજી સ્વામી ના મધુર કંઠે કથાવાર્તા નો અનેરો લાભ હજારો હરિભક્તો ને મળશે. મહોત્સવ માં દરરોજ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક વિધ્વાન વરીષ્ટ સંતો પધારી હજારો હરિભક્તોને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. સાથે આ મહોત્સવમાં વડતાલ ગાદીના આચાર્ય મહારાજ પૂજ્ય રાકેશપ્રસાદજી મહારાજ પણ ખાસ મહોત્સવમાં પધારશે.આ દિવ્ય અને ભવ્ય ઉત્સવમાં હજારો ભક્તો ઉમટી પડશે અને આ દિવ્ય ક્ષણના સાક્ષી બનશે.. સાથે મહોત્સવમાં ભવ્ય લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ રાત્રે હજારો લોકો મેળાની મોજ માણવા ઊમટી પડશે..
REPOTER :વિપુલ લુહાર,બોટાદ

