છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં રેશનિંગ દુકાનદારો આજે હડતાળ પર ઉતર્યા હતા.

તેમણે કમિશન વધારવા સહિતની વિવિધ પડતર માંગણીઓ સંતોષવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા.
હડતાળ દરમિયાન દુકાનદારો દ્વારા સરકાર સામે અસમાધાન વ્યક્ત કરાયું હતું અને રેશનિંગ વ્યવસાયમાં થતી મુશ્કેલીઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
દુકાનદારોનું કહેવું છે કે લાંબા સમયથી કમિશન વધારાની માંગણી બાકી છે, તેમજ વિતરણ વ્યવસ્થામાં સુધારાની જરૂર છે.
તેમણે ચેતવણી આપી છે કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે.
બોડેલીમાં થયેલી આ હડતાળને લઈ સ્થાનિક સ્તરે ચર્ચા ગરમાઈ છે, અને લોકો આશા રાખી રહ્યા છે કે સરકાર રેશનિંગ દુકાનદારોની વાજબી માંગણીઓ પર વહેલી તકે પગલાં લેશે.
રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર

