GUJARAT : બોડેલી કોર્ટ પરિસરમાં ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાર એસોસિયેશન દ્વારા આધુનિક ઈ–લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું

0
45
meetarticle

બોડેલી કોર્ટ પરિસરમાં ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાર એસોસિયેશન દ્વારા આધુનિક ઈ–લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી સુવિધાથી વકીલોને કાનૂની જાણકારી, કેસ લૉ, ઓનલાઈન એક્ટ્સ અને ન્યાયિક દસ્તાવેજો સુધી એક ક્લિકમાં સરળતાથી પહોંચ મેળવી શકશે.

ઈ–લાઈબ્રેરીમાં કમ્પ્યુટર, ઓનલાઈન ડેટાબેઝ, હાઈસ્પીડ ઈન્ટરનેટ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અધિકારીઓ અને આગેવાનોના જણાવ્યા મુજબ, ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું આ આયોજન ન્યાયતંત્રની કામગીરીને વધુ ઝડપ અને કાર્યક્ષમતા આપશે.

કાર્યક્રમમાં બાર એસોસિયેશનના હોદ્દેદારો, વકીલો તથા અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here