છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નજીક આવેલા અંબાલોઢાણ બસ સ્ટેન્ડ પાસે એક બલેનો કાર દારૂથી ભરેલી હાલતમાં જાડ સાથે અથડાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે રોડ પર મોટી માત્રામાં દારૂની બોટલો ફાટી નીકળતાં દારૂની રેલમછેલ મચી ગઈ હતી.ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ બનાવે દારૂબંધીના દાવાની પોલ ખોલી નાખી છે.ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો હતો, જે કોઈ અજાણી જગ્યાએ સપ્લાય માટે લઈ જવાતો હતો.અકસ્માત પછી કારમાં બેઠેલો બુટલેગર ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે.આ બનાવ બાદ લોકોમાં દારૂબંધીની અમલવારી અંગે સવાલો ઉઠ્યા છે.તેમજ બોડેલી પોલીસની નિરશ કામગીરી સામે પણ ચીમકીભર્યો આક્રોશ જોવા મળી રહ્યો છે.

REPOPRTER : અંજુમ ખત્રી છોટાઉદેપુર

