GUJARAT : બોડેલી વિસ્તારમાં દારૂના ખેપિયાઓ માટે શનિવારનો દિવસ ગોજારો સાબિત થયો છે. આજે દારૂ ભરેલી બે કારના અકસ્માતની ઘટનાઓ સામે આવી છે.

0
47
meetarticle

સવારે કવાંટ રોડ પર એક દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે રાત્રીના આશરે નવ વાગ્યાના સમયે બોડેલીના અલીપુરા ચાર રસ્તા નજીક — ખોડીયાર માતાના મંદિર પાસે એક હુન્ડાઈ કારમાં ભરેલો દારૂ લઈને જઈ રહેલા ખેપિયાનો મોટો અકસ્માત સર્જાયો હતો.

દારૂ ભરેલી હુન્ડાઈ કાર એક ઈકો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી, અને આ અકસ્માતમાં એક બાઈક ચાલકને પણ અર્પે તે લાગતાં ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.બનાવની જાણ થતાં જ બોડેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દારૂ ભરેલી કાર છોડી ખેપિયાઓ સ્થળ પરથી ફરાર થયા છે.

REPORTER : અંજુમ ખત્રી છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here