GUJARAT : ભજનથી ભય,ભ્રમ અને ભેદ મટી જાય: મોરારિબાપુ

0
33
meetarticle


કારતક વદ બીજ એ પુ.મોરારિબાપુનાં પિતાશ્રી પ્રભુદાસબાપુની પુણ્યતિથિ હોય છે.દર વર્ષ તે તિથિ પ્રસંગે તલગાજરડા શ્રી ચિત્રકુટધામમાં સંતવાણી સન્માન સમારંભ યોજાય છે.સવારે તલગાજરડાની દિકરીઓનો સમુહલગ્ન પ્રસંગ આયોજિત થાય છે જેમાં આ વર્ષે કુલ -3 દિકરીઓના લગ્ન યોજાયા હતા.સાંજે સંતવાણી વંદના સમારોહના આયોજનમાં સંતવાણીના વિવિધ વિધાઓને એવોર્ડ અપાય છે.જેમા આ વર્ષે આદિ સર્જકની વંદનામાં ભક્ત કવિ શ્રી ગેમલદાસજી – ગેમલજી ગોહિલ ( પ્રતિનિધિ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક શ્રી પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક શ્રી રમેશપુરી ગોસ્વામી (કળમ લખતર), વાદ્ય વાદક (બેન્જો) શ્રી ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) તથા મંજીરા વાદક શ્રી હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર) વર્ષ ૨૦૨૫ માટે શ્રી મોરારિબાપુના શુદ્ધ હસ્તે અર્પણ કરાયા.આ એવોર્ડમા રોકડ ધનરાશિ,સુત્રમાલા અને પ્રશસ્તિપત્ર એનાયત થાય છે.

પુ. મોરારિબાપુએ આ પ્રસંગે ઉદબોધન કરતાં કહ્યું હતું કે ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે.ભજનાનંદીને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહ હોતાં નથી અને મર્મ, ધર્મ અને કર્મ સમજાઈ જાય છે.પુ મોરારિબાપુની પ્રેરણાથી યોજાયેલ આ સંતવાણી સન્માન સમારોહનું સંચાલન શ્રી હરિશ્ચંદ્ર જોષીએ કર્યું અને તેઓએ પ્રાસંગિક વાતમાં શ્રી ગેમલજીબાપુ રચનાઓનો સાથે ચરિત્ર ઉલ્લેખ કર્યો તેમજ આ ઉપક્રમની તબ્બક્કા વાર વિગત જણાવી.

એવોર્ડ પસંદગી પ્રક્રિયા શ્રી જયશ્રી માતાજી, શ્રી રામદાસજી ગોંડલિયા તથા શ્રી હિતેશગિરી ગોસાઈએ સંભાળી હતી.આ સન્માન અર્પણવિધિ સમારોહમાં સંતો, મહંતો અને વિદ્વાનો તથા કલાકારોની ઉપસ્થિત હતા.પુ.ભક્તિરામબાપુ,પુ રામેશ્વરદાસ બાપુ, વગેરેની વિશેષ હાજરી હતી.ભજનિકો તથા સંતવાણી આરાધકો કીર્તિદાન ગઢવી,જયશ્રી માતાજી, મહાવીરદાસબાપુ,લલિતા ઘોડાદ્રા,બીપીન સઠિયા હાજી રમકડું વગેરે ઉપસ્થિત હતાં. તેમની વાણીનો સંતવાણી લાભ મળ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here