GUJARAT : ભરૂચના આચારવાડમાં મકાન ધરાશાયી: જાનહાનિ ટળી, ભાડુઆતની ઘરવખરીને મોટું નુકસાન

0
88
meetarticle

,
ભરૂચ શહેરના સોનેરી મહેલ, આચારવાડની ખડકી વિસ્તારમાં ગત સાંજે (આશરે ૭:૩૦ થી ૮:૦૦ વાગ્યે) એક મકાન અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, ઘટના સમયે મકાનમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.

]
આ મકાન મુકેશકુમાર મનસુખલાલ મોદીની માલિકીનું હતું અને તેમણે આશરે એક વર્ષ પહેલા તેને ભાડે આપ્યું હતું. મકાન ધરાશાયી થતાં ભાડુઆતની ઘરવખરીના સામાનને ભારે નુકસાન થયું છે, જેમાં ટેબલ-ખુરશી અને તિજોરી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
મકાન માલિકના જણાવ્યા મુજબ, બાજુનું મકાન ઉતારવામાં આવતું હોવાથી તેમના મકાનને જરૂરી ટેકો ન મળવાના કારણે આ દુર્ઘટના બની હતી.
ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી. સુરક્ષાના પગલાં રૂપે, હાલમાં સોનેરી મહેલથી આચારવાડ તરફ જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here