ભરૂચ શહેરના ગાંધી બજાર ગોલવાડ વિસ્તારમાં આવેલી એક અનાજ-કરિયાણાની દુકાનના ત્રીજા માળે અચાનક આગ ભભૂકી ઊઠતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગના કારણે બજારમાં લોકોની ભારે ભીડ જામી ગઈ હતી.

આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો.
પ્રાથમિક તારણ મુજબ, આગના કારણે દુકાનમાં રાખેલા મોટાપાયે માલસામાનનું નુકસાન થયું હોવાની શક્યતા છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

