GUJARAT : ભરૂચના મોઢેશ્વરી માતાના મંદિરે આઠમ નિમિત્તે હવન અને ગરબાનું આયોજન

0
41
meetarticle

આગામી મંગળવાર, તા. ૩૦/૦૯/૨૫ ના રોજ આસો સુદ આઠમના પવિત્ર દિવસે ભરૂચના લિંક રોડ સ્થિત શ્રી મોઢેશ્વરી માતાના મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.


માતાજીની આઠમ નિમિત્તે, સવારે ૭:૩૦ કલાકે આરતી બાદ સાંજે ૪ કલાકે હવનનો પ્રારંભ થશે. સાંજે ૬ કલાકે શ્રીફળ હોમવામાં આવશે, જ્યારે સાંજે ૭ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઆરતી પૂર્ણ થયા બાદ તરત જ ગરબાનો કાર્યક્રમ યોજાશે.
મંદિરના આયોજકો દ્વારા આ રૂડા અવસરનો લાભ લેવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here