GUJARAT : ભરૂચની પટેલ સોસાયટીમાં વધુ બે શાહુડી પાંજરે પુરાઈ, વન વિભાગ અને જીવદયા પ્રેમીઓનું સફળ રેસક્યુ ઓપરેશન

0
32
meetarticle

શહેરની પટેલ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી દેખા દેતા શાહુડી પરિવાર પૈકી વધુ બે શાહુડીઓ ગત રાત્રે આશરે ૮ વાગ્યાના અરસામાં પાંજરે પુરાઈ છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ ૩ શાહુડીઓને સુરક્ષિત રીતે રેસક્યુ કરવામાં સફળતા મળી છે. સ્થાનિક રહીશોની જાગૃતિ અને વન વિભાગના સંકલનથી આ ઓપરેશન પાર પડ્યું હતું.


​ભરૂચ વન વિભાગના ડાભીભાઇના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ મિશનમાં, છેલ્લા ૨૫ વર્ષથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત અને ગાંધીનગર વન વિભાગ દ્વારા નિમાયેલા વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષભાઇ શર્માની મહત્વની ભૂમિકા રહી હતી. તેમની સાથે નેચર પ્રોટેક્શન ક્લબના ઉત્સાહી સભ્યો યોગેશ મિસ્ત્રી, રમેશ દવે તથા કસક વિસ્તારની જીવદયા ટીમ અને પટેલ સોસાયટીના સેવાભાવી રહીશોએ ખભેખભા મિલાવી જહેમત ઉઠાવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here