ભરૂચની બુશા સોસાયટીના કોમન પ્લોટમાં એક સાપ જોવા મળ્યો હતો, જેના પગલે સોસાયટીના રહેવાસી યશભાઈએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહનો સંપર્ક કર્યો હતો.હિરેન શાહ અને તેમના મિત્ર જીગરભાઈ પટેલ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સાપની ઓળખ ચેકર્ડ કીલબેક (ડેડું) તરીકે કરી હતી, જે એક બિનઝેરી પ્રજાતિનો સાપ છે અને સામાન્ય રીતે પાણીની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે.

કોઈપણ વ્યક્તિને નુકસાન ન થાય અને સાપ પણ સુરક્ષિત રહે, તે રીતે જીગરભાઈ પટેલે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ, આ બિનઝેરી જીવને તેના ખોરાક અને પાણીની વ્યવસ્થા જળવાઈ રહે તેવા સુરક્ષિત કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોસાયટીના રહીશોને અપીલ કરવામાં આવી છે કે, સાપ દેખાય ત્યારે ગભરાવવાને બદલે તુરંત વન્યજીવ સંરક્ષણ સંસ્થાનો સંપર્ક કરવો, જેથી જીવસૃષ્ટિનું સંરક્ષણ થઈ શકે.

