ભરૂચ શહેરની બે યુવા ટેનિસ ખેલાડીઓ જીવિકા શાહ અને ધર્મી પટેલે અમદાવાદમાં યોજાયેલી રાજ્ય કક્ષાની સ્કૂલ ગેમ્સ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને ભરૂચનું નામ રોશન કર્યું છે.
દિલ્હી પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિની જીવિકા શાહ અને જીએનએફસી વિદ્યાલયની ધર્મી પટેલે તેમની સખત મહેનત અને નિયમિત તાલીમના પરિણામે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમના કોચ, શિક્ષકો અને જિલ્લા શિક્ષણાધિકારીએ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.

