ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે અગિયાર વર્ષથી નાસતા ફરતા ઘરફોડ ચોરીના આરોપીને અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે, ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો આરોપી બાલુભાઈ મગનભાઈ માવી (ઉંમર ૩૯) અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી વિદ્યાસાગર સ્કૂલની અંદરની લેબર કોલોનીમાંથી પકડાયો હતો.

આરોપી મૂળ દાહોદ જિલ્લાના લીમખેડાનો રહેવાસી છે. તેની ધરપકડ બાદ, આગળની કાર્યવાહી માટે તેને ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

