GUJARAT : ભરૂચમાં ઘર છોડી ભાગી આવેલી ઝારખંડની યુવતીને ‘સખી સેન્ટરે’ આશરો આપી માતા-પિતા સાથે મેળાપ કરાવ્યો

0
44
meetarticle

​ઝારખંડની એક યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા સગીર પ્રેમી સાથે ઘર છોડીને ભરૂચ પહોંચી હતી, જેનું ભરૂચ રેલવે પોલીસ અને ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની સતર્કતાને કારણે પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું છે.

આ યુવતી પોતાની કોલેજ ફીના ₹1500 લઈને સગીર પ્રેમી સાથે ટ્રેન મારફતે અંકલેશ્વર આવી હતી, પરંતુ મકાન ભાડે ન મળતા બંને ભરૂચ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતા યુવતી હતાશામાં ગોલ્ડન બ્રિજ તરફ જવા નીકળી હતી, ત્યારે ફરજ પરના RPF જવાનને શંકા જતા તેમણે યુવતીને અટકાવી પૂછપરછ કરી હતી. મામલો ગંભીર જણાતા યુવતીને 181 અભયમ હેલ્પલાઇન દ્વારા ‘સખી વન સ્ટોપ સેન્ટર’ મોકલવામાં આવી હતી. અહીં સેન્ટરની સંયોજિકા વૈશાલી ચાવડા અને તેમની ટીમે સંવેદનશીલ કાઉન્સિલિંગ કરી યુવતીના માતા-પિતાનો સંપર્ક સાધ્યો હતો. ઝારખંડથી ભરૂચ દોડી આવેલા માતા-પિતાને પોતાની દીકરી સલામત હાલતમાં સોંપવામાં આવતા પરિવારની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા અને તેમણે ગુજરાત પોલીસ તેમજ સખી સેન્ટરનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here