GUJARAT : ભરૂચમાં ઝડપી કારે રાહદારીને ટક્કર મારી; ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો

0
37
meetarticle

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સિફાથી મનુબર ચોકડી તરફ જતા માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે રાહદારીને ટક્કર મારી હતી. આ ઘટના નજીકના શોપિંગ કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. અકસ્માતમાં રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે વેલ્ફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

કારચાલકે ઝડપ જાળવતા વાહન પરનો કાબૂ ગુમાવ્યોકારચાલકે ઝડપ જાળવતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો પ્રાથમિક માહિતી મુજબ, મનુબર ચોકડી વિસ્તારમાં વહેલી સવારે ટ્રાફિકનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે ઘણા કારચાલકો મુખ્ય રસ્તાને બદલે શહેરના અંદરના માર્ગોનો ઉપયોગ કરે છે. આ સિટી રૂટ પર કારચાલકે ઝડપ જાળવતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાનું મનાય છે. ઘટનાસ્થળે એકઠા થયેલા સ્થાનિકોએ માંગ કરી છે કે, મનુબર ચોકડી સહિત આસપાસના વ્યસ્ત માર્ગો પર વહેલી સવારે નિયમિતપણે ટ્રાફિક જવાનો તૈનાત કરવામાં આવે. આનાથી આવા અકસ્માતો ઘટાડી શકાય છે.

કારચાલક સામે ગુનો નોંધી તપાસ કરી રહ્યા છીએ: PI

આ અકસ્માત બાબતે બી ડિવીઝન પોલીસ મથકના પીઆઈ વી.એસ.વણઝારા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે,આ અકસ્માત બે દિવસ પહેલાનો છે અમે અકસ્માતના સીસીટીવી ફૂટેજ મેળવી કાર ચાલક મહારાષ્ટ્રનો હોય ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here