ભરૂચ નગરપાલિકા દ્વારા ભૃગુઋષિ બ્રિજની નીચેથી એલ્યુમિનિયમ ફેક્ટરી સુધીના માર્ગ પર આર.સી.સી. રોડ અને ટ્રીમ વોટર ડ્રેઈન બનાવવાની અગત્યની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચ દ્વારા જાહેરનામું બહાર પાડીને આ માર્ગ પર હુકમની તારીખથી તા. ૧૦/૦૧/૨૦૨૬ ના ૨૪:૦૦ કલાક (મધ્યરાત્રિ) સુધી વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વૈકલ્પિક માર્ગોની વિગતો
નાના વાહનો માટે: બાગાયત ઓફિસ (જુની ITI, ગુજરાત ગેસ સામે) → અપના ઘર સોસાયટી → જગન્નાથ મંદિર નાળું → નંદેલાવનો રૂટ ઉપયોગ કરવાનો રહેશે.
મોટા વાહનો માટે: વાહનોને નંદેલાવ – ફેઇથ કેલ્વેરી સ્કૂલ – જયનારાયણ સોસાયટી – શક્તિનાથ સર્કલ અથવા રેલવે ગોદી – ઋતવા પેલેસ કોમ્પલેક્ષ – કલેક્ટર કચેરી સર્કલ – શક્તિનાથ સર્કલ તરફના ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવા જણાવાયું છે.

જાહેર જનતાને વિનંતી છે કે, સુચારુ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવું અને ટ્રાફિકની અગવડ ટાળવા માટે જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવો.

